સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અંતર્ગત ધાર્મિક ભાવના સાથે ગણેશ પૂજન અને આરતીનો કાર્યક્રમ યોજાયો
પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અંતર્ગત ધાર્મિક ભાવના સાથે ગણેશ પૂજન અને આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યુનિવર્સિટી પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિ
સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અંતર્ગત ધાર્મિક ભાવના સાથે ગણેશ પૂજન અને આરતીનો કાર્યક્રમ યોજાયો


પાટણ, 15 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અંતર્ગત ધાર્મિક ભાવના સાથે ગણેશ પૂજન અને આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યુનિવર્સિટી પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ખાસ ઉપસ્થિત રહી પૂજા-વિધિમાં ભાગ લીધો હતો.વ અંતર્ગત ધાર્મિક ભાવના સાથે ગણેશ પૂજન અને આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે યુનિવર્સિટી પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ખાસ ઉપસ્થિત રહી પૂજા-વિધિમાં ભાગ લીધો હતો.

ગણેશ પૂજન દરમિયાન ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત સાથે યુનિવર્સિટીના વિવિધ વિભાગોના ડીન, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સૌએ એકત્ર થઈ ભગવાન ગણેશજીની વિધિવત પૂજા કરી હતી. ત્યારબાદ ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી ગણેશજીના આશીર્વાદ મેળવ્યા હતા.

આ ધાર્મિક કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે જોડાઈને ગણેશ ઉત્સવની ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌએ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ભાગ લીધો હતો. યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ધાર્મિક ભાવના સાથે આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande