વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર નિતિન નવીને રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કર્યું
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને, રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, તેમના દીર્ઘાયુ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન


નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને, રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી, તેમના દીર્ઘાયુ અને નિરંતર સફળતાની કામના કરી.

પાર્ટી મુખ્યાલયમાં મીડિયાને સંબોધિત કરતા નિતિન નવીને કહ્યું કે, 17 સપ્ટેમ્બર ભગવાન વિશ્વકર્માની પૂજાનો દિવસ પણ છે અને આધુનિક ભારતના શિલ્પકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ. તેમણે વડાપ્રધાનને દેશના 'પ્રધાન સેવક' ગણાવતા કહ્યું કે, તેમના જન્મદિવસના અવસર પર ભાજપ 'સેવા સંકલ્પ અભિયાન'ની શરૂઆત કરી રહી છે અને આ દિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનના જન્મદિવસના અવસર પર દેશભરમાં ભાજપના કાર્યકરો રક્તદાન અભિયાન શરૂ કરી રહ્યા છે. તેમણે રક્તદાન કાર્યક્રમમાં સામેલ થવાને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું.

ભાજપ અધ્યક્ષે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં મોટી સંખ્યામાં લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તેમના મતે, આ પરિવર્તન ફક્ત લોકોની જીવન પરિસ્થિતિઓ સુધી સીમિત નથી, પરંતુ કરોડો ભારતીયોની વિચારસરણીમાં પણ બદલાવ આવ્યો છે. આજે દેશવાસીઓ 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના સાથે આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશભરમાં લોકો વડાપ્રધાનને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપી રહ્યા છે.

તેમણે વડાપ્રધાનના દીર્ઘાયુ અને નિરંતર સફળતાની કામના કરતા કહ્યું કે, ભારત ઝડપથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે અને 'વિકસિત ભારત'ના લક્ષ્યની દિશામાં આગળ વધતા વૈશ્વિક મંચ પર પોતાની અલગ ઓળખ બનાવી રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્યને હાંસલ કરશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande