




એનવાયજી અને એનએસસી ગ્રુપના સભ્યોએ ભાજપના આગેવાનો સાથે મળી ગણેશજીની આરાધના કરી
ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાયો સુખ-શાંતિની પ્રાર્થના કરી ભક્તિમય માહોલ સર્જાયો
સૌ મહાનુભાવોનું આ પ્રસંગે દાદાની છબી આપી સન્માન કરાયું હતું
ભરૂચ 18 સપ્ટેમ્બર (હિ.સ.)
તાજેતરમાં ગણેશોત્સવના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તિમય વાતાવરણમાં ગણપતિ બાપાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ભાજપના અગ્રણી નેતાઓ, કાર્યકર્તાઓ તેમજ એનવાયજી અને એનએસસી ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દાદાના ચરણોમાં શિશ નમાવી સમગ્ર સમાજની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગ્યા હતા.
ગણેશોત્સવ દરમિયાન ધાર્મિક ઉલ્લાસ સાથે ગણપતિ બાપાની મહાઆરતીનું વિધિવત આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એનવાયજી તથા એનએસસી ગ્રુપના ઉત્સાહી સભ્યો તેમજ ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓએ ખાસ ઉપસ્થિત રહીને મહાઆરતીનો લાભ લીધો હતો અને દાદાની ભક્તિમાં લીન થયા હતા.
કાર્યક્રમ દરમિયાન ભાજપના અગ્રણી આગેવાનો જય તેરૈયા, મનીષ ટંડેલ, વિજય પટેલ, પ્રતીક જોશી, દિલીપ કાપડિયા તથા ચેતનાબેન રાજપૂત ખાસ હાજર રહ્યા હતા.આ પ્રસંગે સૌનું ગણપતિદાદાની છબી આપી સન્માન કરાયું હતું. આ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓએ એકઠા થઈને ગણેશજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું.
આરતી બાદ હાજર રહેલા તમામ શ્રદ્ધાળુઓ અને આગેવાનોએ ગણપતિ બાપાને સમગ્ર વિસ્તાર અને દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી આશીર્વાદ માંગ્યા હતા. સમગ્ર કાર્યક્રમ અત્યંત ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ