વડાપ્રધાન શનિવારે 20મા રોજગાર મેળામાં 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપશે.
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શનિવારે 20મા રોજગાર મેળા દરમિયાન વિવિધ સરકારી સંગઠનોમાં નવનિયુક્ત 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વડાપ્રધાન બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નિમણૂક પત્રો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શનિવારે 20મા રોજગાર મેળા દરમિયાન વિવિધ સરકારી સંગઠનોમાં નવનિયુક્ત 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. વડાપ્રધાન બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નિમણૂક પત્રો પ્રદાન કરવાની સાથે નવનિયુક્ત ઉમેદવારોને સંબોધિત પણ કરશે.

વડાપ્રધાન કાર્યાલય અનુસાર, રોજગાર મેળાનું આયોજન દેશભરમાં 45 સ્થળોએ કરવામાં આવશે. આ દરમિયાન નિયુક્ત થનારા યુવાનો કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કાર્યભાર સંભાળશે. આમાં મહેસૂલ વિભાગ, રેલવે મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ અને સંરક્ષણ મંત્રાલય સહિત અન્ય વિભાગોનો સમાવેશ થાય છે.

સરકાર અનુસાર, રોજગાર મેળો યુવાનો માટે રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા તથા તેમને દેશના વિકાસમાં વધુ ભાગીદારીનો અવસર આપવાની દિશામાં સતત પ્રયાસનો એક ભાગ છે.

20મા રોજગાર મેળાની સાથે જ વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં અત્યાર સુધીમાં આશરે 12.75 લાખ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande