પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા' અંતર્ગત તમામ વોર્ડમાં સફાઈ અભિયાન યોજાયું.
પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારના 1 થી13 વોર્ડમાં અલગ અલગ સ્થળોએ સફાઈ અભિયાન યોજાયું હતું. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવા તેમજ પોરબંદર શહેરને સ
પોરબંદર  મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા' અંતર્ગત તમામ  વોર્ડમાં  સફાઈ  અભિયાન  યોજાયું.

પોરબંદર  મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા' અંતર્ગત તમામ  વોર્ડમાં  સફાઈ  અભિયાન  યોજાયું.

પોરબંદર  મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા' અંતર્ગત તમામ  વોર્ડમાં  સફાઈ  અભિયાન  યોજાયું.

પોરબંદર  મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા' અંતર્ગત તમામ  વોર્ડમાં  સફાઈ  અભિયાન  યોજાયું.

પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)સ્વચ્છતા

હી સેવા–2026

અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારના 1 થી13 વોર્ડમાં અલગ અલગ સ્થળોએ સફાઈ અભિયાન

યોજાયું હતું. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવા તેમજ પોરબંદર શહેરને સ્વચ્છ અને

સુંદર બનાવવાના સંકલ્પ સાથે યોજાયેલા આ અભિયાનમાં સંબંધિત વોર્ડના કોર્પોરેટરઓ, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક

સહભાગી બની વિવિધ સ્થળોએ સફાઈ કામગીરી હાથ ધરી હતી.

પોરબંદર

મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા–૨૦૨૬ અંતર્ગત તા. 17 સપ્ટેમ્બરથી તા. 17 ઓક્ટોબર સુધી વિવિધ સ્વચ્છતા અને

જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત યોજાયેલા

મહાસફાઈ અભિયાનમાં સૌએ સાથે મળીને સ્વચ્છતા જાળવવા અને શહેરને સ્વચ્છ, સુંદર તથા સ્વસ્થ બનાવવાનો સંકલ્પ

વ્યક્ત કર્યો હતો. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય

સહભાગી બનવા, પોતાના આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા

તેમજ કચરો જાહેર સ્થળોએ ન નાખી તેનો યોગ્ય રીતે નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande