વંથલી તાલુકામાં ‘સેવાસેતુ’ના બીજા તબક્કાનો પ્રારંભ,
-પાંચ ક્લસ્ટરમાં યોજાનારા કાર્યક્રમોમાં વંથલી તાલુકાના ગામોના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ મળશે જૂનાગઢ 20 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વંથલી તાલુકામાં ‘સેવાસેતુ’ના બીજા તબક્કાના કાર્યક્રમોનું આયોજન કરવા
વંથલી તાલુકામાં ‘સેવાસેતુ’ના બીજા તબક્કાનો પ્રારંભ,


-પાંચ ક્લસ્ટરમાં યોજાનારા કાર્યક્રમોમાં વંથલી તાલુકાના ગામોના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ મળશે

જૂનાગઢ 20 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વંથલી તાલુકામાં ‘સેવાસેતુ’ના બીજા તબક્કાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૧/૦૯/૨૦૨૬ થી તા. ૦૯/૧૦/૨૦૨૬ દરમિયાન તાલુકાના વિવિધ ગામોને આવરી લેતા પાંચ ક્લસ્ટરમાં સેવાસેતુ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમો થકી વંથલી તાલુકાના ગામોના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ તેમના નજીકના સ્થળે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

‘સેવાસેતુ’ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી તથા નજીકના સ્થળે મળી રહે તેવો છે. કાર્યક્રમ દરમિયાન નાગરિકો માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવવા, વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કરવા તેમજ પ્રાથમિક સ્તરે પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.

વંથલી તાલુકામાં પ્રથમ તબક્કા બાદ હવે બીજા તબક્કામાં ૨૧ સપ્ટેમ્બરે નાંદરખી, ૨૩ સપ્ટેમ્બરે બંટિયા, ૨૮ સપ્ટેમ્બરે ઘુડવદર, ૫ ઓક્ટોબરે લુશાળા અને ૯ ઓક્ટોબરે વસપડા ક્લસ્ટર ખાતે સેવાસેતુ કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમોમાં આવરી લેવામાં આવેલા ગામોના નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકારને વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓનો સ્થળ પર જ લાભ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande