કોડવાવ ગામે વિશ્વબંધુ સંસ્થા દ્વારા સાકેત આશ્રમના શ્રી ગણેશ સાથે ભવ્ય નિર્માણ કાર્યનો શુભારંભ
નેત્રંગ દેડિયાપાડા સહિતના આદિવાસી સમુદાયને મળશે કૌશલ્ય ,આરોગ્ય,શિક્ષણ અને રોજગારી અહીં આવેલા દરેક મારા છે મને કોઈપણ વ્યક્તિ સાથે રાગદ્વેષ નથી હજુ એ બધા અણસમજ છે ગુરુજી વિશ્વબંધુ મહારાજ એમના જ બની બેઠેલા આગેવાનો એમનું શોષણ કરે છે ગુલામ બનાવી ને રા
કોડવાવ ગામે વિશ્વબંધુ સંસ્થા દ્વારા સાકેત આશ્રમના શ્રી ગણેશ સાથે ભવ્ય નિર્માણ કાર્યનું શુભારંભ


કોડવાવ ગામે વિશ્વબંધુ સંસ્થા દ્વારા સાકેત આશ્રમના શ્રી ગણેશ સાથે ભવ્ય નિર્માણ કાર્યનું શુભારંભ


કોડવાવ ગામે વિશ્વબંધુ સંસ્થા દ્વારા સાકેત આશ્રમના શ્રી ગણેશ સાથે ભવ્ય નિર્માણ કાર્યનું શુભારંભ


કોડવાવ ગામે વિશ્વબંધુ સંસ્થા દ્વારા સાકેત આશ્રમના શ્રી ગણેશ સાથે ભવ્ય નિર્માણ કાર્યનું શુભારંભ


કોડવાવ ગામે વિશ્વબંધુ સંસ્થા દ્વારા સાકેત આશ્રમના શ્રી ગણેશ સાથે ભવ્ય નિર્માણ કાર્યનું શુભારંભ


નેત્રંગ દેડિયાપાડા સહિતના આદિવાસી સમુદાયને મળશે કૌશલ્ય ,આરોગ્ય,શિક્ષણ અને રોજગારી

અહીં આવેલા દરેક મારા છે મને કોઈપણ વ્યક્તિ સાથે રાગદ્વેષ નથી હજુ એ બધા અણસમજ છે ગુરુજી વિશ્વબંધુ મહારાજ

એમના જ બની બેઠેલા આગેવાનો એમનું શોષણ કરે છે ગુલામ બનાવી ને રાખ્યા છે ઉપયોગ કરે છે

ભરૂચ 24 સપ્ટેમ્બર (હિ.સ.)

નેત્રંગ તાલુકાના કોડવાવ ગામે વિશ્વબંધુ પરિવાર ફાઉન્ડેશન દ્વારા સાકેત આશ્રમના નિર્માણ માટે ભૂમિપૂજન સાથે મહાયજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોળા નાખવા ઘણા અણસમજુ લોકો આવ્યા હતા પરંતુ આ આશરે 65 એકર જેટલી જમીન ખરીદવામાં આવી છે જેમાં અલગઅલગ સેવા,શિક્ષણ ,આરોગ્ય ,કૌશલ્ય ,મહિલાઓ માટે વિવિધ તાલીમ કેન્દ્ર તેમજ વિસ્તારના દરેક સમાજ માટે સામાજિક ઉત્થાનનું કેન્દ્ર બનાવવાના હેતુ સાથે સાકેત આશ્રમનું નિર્માણ કાર્યનું શુભારંભ કરવામાં આવી રહ્યું છે.

સાકેત આશ્રમના નિર્માણ પાછળ આદિવાસી સમાજ માટે વિવિધ લોક કલ્યાણકારી સુવિધાઓ ઊભી કરવાનો ઉદ્દેશ હોવાનું ગુરુજી વિશ્વબંધુ મહારાજ એ જણાવ્યું છે. આશ્રમમાં આદિવાસી સમાજની મહિલાઓ માટે ખાસ પ્રસૂતિ કરાવવા મેટરનિટી વોર્ડ તેમજ દવાખાનાની સુવિધા ઊભી કરવામાં આવશે, જેથી આસપાસના વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહેશે .

જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સરળતા રહે તેવા આશયથી એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા દર્દીઓને તેનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવાની યોજના છે.

આ ઉપરાંત બાળકો અને યુવાનોના શારીરિક અને સર્વાંગી વિકાસ માટે રમતગમતનું મેદાન બનાવવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે શૈક્ષણિક સુવિધા અને દીકરીઓને કૌશલ્ય વર્ધન માટે જરૂરી તાલીમ કેન્દ્ર સાથે માર્ગદર્શન પણ આપવામાં આવશે અને ત્યારબાદ રોજગારી પૂરી પાડવામાં આવશે.

આશ્રમના માધ્યમથી આરોગ્ય, શિક્ષણ અને રમતગમત ઉપરાંત સમાજલક્ષી વિવિધ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની યોજના હોવાનું જણાવાયું છે. કોડવાવ ગામે શરૂ થયેલા આ પ્રોજેક્ટથી આગામી સમયમાં આસપાસના આદિવાસી વિસ્તારોના લોકોને વિવિધ સુવિધાઓનો લાભ મળી રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.સાથે સાથે ભવ્ય દિવ્ય ગૌશાળા બનાવી ગૌ આધારિત ફાર્મસી બનાવી કુપોષિત બાળકો અને મહિલાઓ માટે આહારની ચિંતા કરવામાં આવશે.

વિશ્વબંધુ પરિવાર ફાઉન્ડેશન આ વિસ્તારમાં સાકેતધામ આશ્રમ બનાવી આધ્યાત્મિક ,ધાર્મિક ,શૈક્ષણિક ,આરોગ્ય ,સામાજિક કેન્દ્ર બનશે .આનો લાભ આ વિસ્તારના ગરીબ પરિવારોના ઉત્થાન અને વિકાસ માટે થવાનો છે.તેમાં સંતો પણ આદિવાસી જ હશે પરંતુ ઘણા અગ્રણીઓ અમુક લોકોને ઉશ્કેરી તેમને વધુ પછાત જ રાખવા માંગે છે .આવી રાજનીતિમાં નહીં પડવા સાથે આ કાર્યમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે .

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande