ગાંધીનગર ખાતે શ્રમ-રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજ્યમાં ઉદ્યોગોના સાતત્યપૂર્ણ વિકાસ તથા શ્રમિકોના સર્વાંગી કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજ્યમાં ઉદ્યોગોના સાતત્યપૂર્ણ વિકાસ તથા શ્રમિકોના સર્વાંગી કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે નવા શ્રમ કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, વર્ષો જૂના જટિલ કાયદાઓને સંકલિત કરી તૈયાર કરાયેલા ચાર નવા શ્રમ કાયદાઓ ઉદ્યોગપતિઓ અને શ્રમયોગીઓ બંને માટે હિતકારી સાબિત થશે. નવા શ્રમ કાયદાઓ ઉદ્યોગ અને શ્રમિક બંનેના હિતનું સંતુલન જાળવી રાજ્ય સહિત સમગ્ર દેશના વિકાસને નવી ઊંચાઈ આપશે. ઉદ્યોગો અને શ્રમિકો વચ્ચેનો પરસ્પર વિશ્વાસ તેમજ સહયોગ જ રાજ્યના ઔદ્યોગિક વિકાસનો પાયો છે. આજના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા શ્રમ કાયદાઓ–લેબર કોડ્સ અંગે જાગૃતિ લાવવાનો છે.

તેમણે ઉમેર્યું કે, કોઈપણ ઉદ્યોગની સફળતા પાછળ શ્રમિકોનો પરિશ્રમ અને પરસેવો મહત્વનો હોય છે. જ્યારે કોઈ ઉદ્યોગપતિ શૂન્યમાંથી સર્જન કરીને આગળ વધે છે, ત્યારે માનવીય દ્રષ્ટિએ શ્રમિકોને પણ પોતાના પરિવારના સભ્ય સમજીને તેમને સહયોગ કરવો જોઈએ. જો ઉદ્યોગપતિઓ શ્રમિકોને પોતાના ગણીને તેમની સલામતી અને આરોગ્યની ચિંતા કરે, તો સ્વાભાવિક રીતે શ્રમિકો પણ સંસ્થાને પોતાની ગણીને પૂરી નિષ્ઠાથી કામ કરશે. આ બંને પક્ષો વચ્ચેનો પરસ્પર સહયોગ જ ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જાય છે.

મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરવામાં આવેલા નવા શ્રમ કાયદાઓમાં શ્રમિકોની સલામતી, કાર્યસ્થળે યોગ્ય વાતાવરણ, પીવાનું શુદ્ધ પાણી, વેતન અને સામાજિક સુરક્ષા જેવી બાબતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ તમામ જોગવાઈઓ એવી રીતે બનાવવામાં આવી છે કે જેમાં શ્રમિકોનું કલ્યાણ સુનિશ્ચિત થાય અને સાથે સાથે ઉદ્યોગોના સરળ સંચાલનમાં પણ કોઈ અડચણ ન આવે.

શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ અને શ્રમિકો એક સિક્કાની બે બાજુ છે, જેથી બંનેના સહયોગથી જ રાજ્યના ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ મળી શકે છે. ઉદ્યોગોની પ્રગતિ સાથે શ્રમિકોના હિતોનું પણ સમાન રીતે જતન થાય તેવો સકારાત્મક અને સંતુલિત અભિગમ અપનાવવો જરૂરી છે. આ ઉપરાંત પરસ્પર સંવાદ, સમજણ અને સહકારથી આગળ વધવામાં આવે તો ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહેવાની સાથે શ્રમિકોના હિતોનું રક્ષણ થશે અને રાજ્યના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને વધુ વેગ મળશે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર સચિવ લોચન સહેરાએ જણાવ્યું હતું કે, જૂના ૨૯ જેટલા કાયદાઓને સંકલિત કરીને ચાર નવા લેબર કોડ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેનો મુખ્ય હેતુ કમ્પ્લાયન્સ અને નાના ગુનાઓમાં ફોજદારી જોગવાઈઓ દૂર કરી સમાધાનકારી પ્રક્રિયા અપનાવવા પર છે. ગુજરાત ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ રાજ્ય હોવાથી શ્રમ વિભાગ અને ઉદ્યોગ જગત વચ્ચે પારસ્પરિક સંકલન રહે તે અત્યંત જરૂરી છે. આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા માટે તમામ સેવાઓ તથા પ્રક્રિયાઓ આગામી સમયમાં સંપૂર્ણપણે ઓનલાઇન પોર્ટલ પર લઈ જવામાં આવી રહી છે, જેથી પારદર્શિતા અને સુગમતા વધશે.

સચિવએ કહ્યું હતું કે, ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોની સલામતી એક ગંભીર બાબત છે; રાજ્યમાં થતા જીવલેણ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે ઉદ્યોગોએ પ્રો-એક્ટિવ બનીને સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન કરવું અનિવાર્ય છે. વધુમાં, શ્રમિકોના કૌશલ્ય વિકાસ માટે રાજ્ય સરકારે ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ શરૂ કર્યું છે, જેમાં તાલીમનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે. કેન્દ્ર સરકારની ‘પીએમ-સેતુ’ યોજના હેઠળ આઈટીઆઈને કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક બનાવવા માટે ઉદ્યોગો સાથે સહયોગ સાધવામાં આવી રહ્યો છે. આમ, સલામતી, સ્કિલિંગ અને પારસ્પરિક સહયોગ થકી શ્રમિક તથા ઉદ્યોગ બંનેના હિતનું રક્ષણ થાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.

આ પ્રસંગે ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય નિયામક પી.એમ. શાહ, અધિક લેબર કમિશનર એમ.સી.કારિયા સહિત શ્રમ આયુક્ત કચેરીના અધિકારી–કર્મચારીઓ તેમજ ઇન્ડસ્ટ્રી એસોશિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande