
- મુસાફરોને 28 અને 29 સપ્ટેમ્બરે મુશ્કેલી વેઠવી પડશે
અમદાવાદ,28 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ અને ભુજ વચ્ચે મુસાફરી કરતા હજારો મુસાફરોને પશ્ચિમ રેલવે દ્વારા ટેક્નિકલ કારણોસર અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી નમો ભારત રેપિડ ટ્રેન સેવા 28 અને 29 સપ્ટેમ્બરે રદ કરવાનો નિર્ણય લવાયો છે જેના કારણે અમદાવાદ અને ભુજ સહિત વચ્ચે આવતા તમામ સ્ટેશનો પરથી મુસાફરી કરતા હજારો મુસાફરોના દૈનિક શેડ્યૂલ પર સીધી અસર પડશે.
પશ્ચિમ રેલવેની માહિતી મુજબ, અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ ટ્રેન 28 સપ્ટેમ્બર, 2026ના રોજ રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ ટ્રેન 28 સપ્ટેમ્બર અને 29 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે રદ રાખવામાં આવી છે.
ટ્રેન સેવા રદ થવાથી મુસાફરોને થનારી અગવડતાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે. મુસાફરોએ સ્ટેશન પર જતાં પહેલાં અથવા મુસાફરીનું આયોજન કરતાં પહેલાં રેલવેની સત્તાવાર માહિતી અને ટ્રેનના સંચાલન અંગેની વિગતો ચકાસી લેવાનું જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ