સોમનાથ - પ્રભાસ - પાટણમાં જન્માષ્ટમી મહોત્સવ ભક્તિ અને ધામધૂમથી ઉજવાઇ સમગ્ર પ્રભાસ ગોકુળમય
ગીર સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રભાસ - પાટણ હિન્દુ સેવા સમાજ સમિતિ તથા હરભોલે મિત્ર મંડળ મોટા કોળીવાળા આયોજિત જન્માષ્ટમી શુક્રવારના રોજ ધર્મ શોભાયાત્રા યોજવામાં આવી હતી અને શણગારેલા રથમાં શ્રીકૃષ્ણ ભગવાનને બિરાજમાન કરાવી ઢોલ શરણાઈ અને ધુનભજન સાથ
સોમનાથ - પ્રભાસ - પાટણમાં


ગીર સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.)

પ્રભાસ - પાટણ હિન્દુ સેવા સમાજ સમિતિ તથા હરભોલે મિત્ર મંડળ મોટા કોળીવાળા આયોજિત જન્માષ્ટમી શુક્રવારના રોજ ધર્મ શોભાયાત્રા યોજવામાં આવી હતી અને શણગારેલા રથમાં શ્રીકૃષ્ણ ભગવાનને બિરાજમાન કરાવી ઢોલ શરણાઈ અને ધુનભજન સાથે શોભાયાત્રા કાઢવામાં આવેલ હતી જેનું પ્રસ્થાન પ્રભાસના ઠાકોર મંદિરે થી થશે અને ભોઇવાળા, દરજીવાડા, મોટા કોળીવાડાના વડલાચોક અને મેઇન બજાર થઈ ઠાકોર મંદિરે પૂર્ણ થયેલ આ શોભાયાત્રા ના માર્ગમાં ઠેર ઠેર પાણી અને શરબતના પરબો ધજા પતાકા અને મટકી ફોડ સહિતના કાર્યક્રમનું આયોજન રહ્યું.

ધર્મ શોભાયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, ભક્તજનો અને પ્રજાજનો જોડાયા હતા સમગ્ર શોભાયાત્રામાં પોલીસ નો બંદોબસ્ત સારી રીતે ગોઠવાયેલ હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande