કોંગ્રેસે ફિલિસ્તીની પર, ભારતના વલણ પર પ્રશ્નો ઉઠાવ્યા
નવી દિલ્હી, ૦1 ઓક્ટોબર (હિ.સ.) કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે, ગાઝા માટે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની 20-મુદ્દાની યોજનાને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનનો ઉલ્લેખ કરતા કહ્યું કે,” આ યોજના ગાઝાના લોકોની ભૂમિકા અને ફિલિસ્તીની રા
કોંગ્રેસ


નવી દિલ્હી, ૦1 ઓક્ટોબર (હિ.સ.)

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે, ગાઝા માટે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની 20-મુદ્દાની યોજનાને, વડાપ્રધાન

નરેન્દ્ર મોદીના સમર્થનનો ઉલ્લેખ કરતા કહ્યું કે,” આ યોજના ગાઝાના લોકોની ભૂમિકા

અને ફિલિસ્તીની રાજ્યની સ્થાપના જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને અવગણે છે.”

રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર જણાવ્યું હતું

કે,” વડાપ્રધાને, ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ સાથે એકતા વ્યક્ત કરી હતી, પરંતુ ગાઝાના

લોકોની ભાગીદારી અને ભવિષ્ય અંગેના ઘણા મૂળભૂત પ્રશ્નો અનુત્તરિત રહ્યા છે.”

તેમણે પ્રશ્ન કર્યો કે,” શું ગાઝાના વહીવટમાં સ્થાનિક

રહેવાસીઓની ભૂમિકા હશે અને શું ફિલિસ્તીની રાજ્યની સ્થાપના માટે કોઈ નક્કર પહેલ

કરવામાં આવી રહી છે.”

તેમણે જણાવ્યું હતું કે,” ફિલિસ્તીની રાજ્યને 157 દેશો દ્વારા,

પહેલાથી જ માન્યતા આપવામાં આવી છે, અને ભારતે પણ 1988 માં તેની શરૂઆત કરી હતી, પરંતુ અમેરિકા અને ઇઝરાયલ તેને અવગણવાનું ચાલુ

રાખે છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande