ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય મહાનુભાવોએ, આરએસએસની 100મી વર્ષગાંઠ પર શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, ૦2 ઓક્ટોબર (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અન્ય લોકોએ આજે ​​આરએસએસની 100મી વર્ષગાંઠ નિમિત્તે તેમની શતાબ્દી ઉજવણીની શુભેચ્છાઓ પાઠવી. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને સોશિય
સંઘ


નવી દિલ્હી, ૦2 ઓક્ટોબર (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અન્ય લોકોએ આજે ​​આરએસએસની 100મી વર્ષગાંઠ નિમિત્તે તેમની શતાબ્દી ઉજવણીની શુભેચ્છાઓ પાઠવી.

ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આરએસએસની શતાબ્દીના આ મહત્વપૂર્ણ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરી. 1925 માં ડૉ. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા તેની સ્થાપના થઈ ત્યારથી, આરએસએસ એ મજબૂત આંતરિક ચારિત્ર્ય કેળવ્યું છે અને યુવાનોમાં નિઃસ્વાર્થ સમાજ સેવાની ભાવના જગાડી છે. સેવા પરમો ધર્મ ના સૂત્રને અનુસરીને, સ્વયંસેવકો પૂર, દુષ્કાળ, ભૂકંપ અથવા અન્ય કોઈપણ આફત દરમિયાન કોઈપણ આદેશ વિના સમાજની સેવા કરે છે. આરએસએસ સેવામાં ક્યારેય ધર્મ, જાતિ અથવા ભાષાના આધારે ભેદભાવ કરતું નથી, અને આ રાષ્ટ્ર માટે એક અમૂલ્ય યોગદાન છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનું પ્રેરણાદાયક ભાષણ, રાષ્ટ્રનિર્માણમાં આરએસએસના સમૃદ્ધ યોગદાનને ઉજાગર કરે છે. તેમણે સંઘની ભૂમિકાને ભારતની જન્મજાત ક્ષમતા અને ગૌરવની નવી ઊંચાઈઓ સાથે જોડીને તેના વૈશ્વિક મહત્વ પર ભાર મૂક્યો.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગપુરમાં વિજયાદશમીના ઉજવણીમાં ભાગ લીધો હતો અને વિજયાદશમી અને શતાબ્દી ઉજવણી પર તમામ સ્વયંસેવકો અને સંઘ પરિવારને અભિનંદન આપ્યા હતા. સાથે તેમણે જણાવ્યું હતું કે, 2047 સુધીમાં વિકસિત ભારત અને સંપૂર્ણ સુમેળભર્યા અને અખંડ ભારતનું નિર્માણ કરવામાં સંઘનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે.

સદગુરુએ સંઘને દેશભક્તિનું પ્રતીક ગણાવ્યું અને કહ્યું કે, સંઘે ભારતના મુશ્કેલ સમયમાં મૌન સેવા અને બલિદાન દ્વારા સમાજને એક કર્યો. તેમણે સંઘને તેની 100મી વર્ષગાંઠ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande