અમિત શાહ: વર્ષમાં ઓછામાં ઓછા 5,000 રૂપિયાના, ખાદીના કપડાં ખરીદો
નવી દિલ્હી, ૦2 ઓક્ટોબર (હિ.સ.) ગાંધી જયંતિ પર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કનોટ પ્લેસમાં, ખાદી ઇન્ડિયા શોરૂમની મુલાકાત લીધી. તેમણે ખાદી ઉત્પાદનો ખરીદ્યા અને તેના માટે ઓનલાઇન ચૂકવણી કરી. આ પ્રસંગે, અમિત શાહે
શાહ


નવી દિલ્હી, ૦2 ઓક્ટોબર (હિ.સ.)

ગાંધી જયંતિ પર, કેન્દ્રીય

ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કનોટ પ્લેસમાં, ખાદી ઇન્ડિયા શોરૂમની મુલાકાત લીધી.

તેમણે ખાદી ઉત્પાદનો ખરીદ્યા અને તેના માટે ઓનલાઇન ચૂકવણી કરી. આ પ્રસંગે, અમિત શાહે

દિલ્હીમાં, ખાદી મહોત્સવ 2025નું ઉદ્ઘાટન

કર્યું. બાપુના ખાદી અને સ્વદેશીના આદર્શોને શ્રદ્ધાંજલિ આપતા, તેમણે લોકોને

વાર્ષિક 5,000 રૂપિયાના ખાદીના

કપડાં ખરીદવા અપીલ કરી.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ મનોજ કુમાર આ પ્રસંગે

તેમની સાથે હાજર હતા. અમિત શાહે મીડિયાકર્મીઓને કહ્યું કે,” દરેક પરિવારે વાર્ષિક

ઓછામાં ઓછા 5,000 રૂપિયાના ખાદીના

કપડાં ખરીદવા જોઈએ, પછી ભલે તે ચાદર

હોય, ઓશિકાના કવર હોય, પડદા હોય કે

ટુવાલ હોય. જ્યારે તમે આ વસ્તુઓ ખરીદો છો, ત્યારે તમે કોઈને રોજગારી આપો છો અને હજારો ગરીબ લોકોના

જીવનમાં પ્રકાશ લાવો છો.”

જ્યારે તમે સ્વદેશી અપનાવો છો, ત્યારે તમે 2047 સુધીમાં ભારતને

વિશ્વનો અગ્રણી ઉત્પાદક બનાવવાના મહત્વાકાંક્ષી અભિયાનમાં જોડાઓ છો. હજારો

પરિવારોએ તેમના ઘરોમાં કોઈપણ વિદેશી વસ્તુઓનો ઉપયોગ ટાળવાનો સંકલ્પ લીધો છે. લાખો

દુકાનદારોએ તેમની દુકાનોમાં વિદેશી વસ્તુઓ ન વેચવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે

દેશના લોકોને આ બંને ઝુંબેશને સફળ બનાવવા અપીલ કરી હતી.

અમિત શાહે કહ્યું કે,” દેશમાં ખાદી અને સ્વદેશી બંને લાંબા

સમયથી ભૂલી ગયા હતા. 2003 માં, જ્યારે નરેન્દ્ર

મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગુજરાતમાં ખાદીને, પુનર્જીવિત કરવા માટે એક

મોટી ઝુંબેશ શરૂ કરી હતી. પરિણામે, 2014 થી આજ સુધી ખાદીનો વ્યવસાય સેંકડો ગણો વધીને ₹1.7 બિલિયન સુધી

પહોંચી ગયો છે. આ એક મોટી સિદ્ધિ છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande