બેંગલુરુ, નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિ.સ.): અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની તબિયત બુધવારે અચાનક બગડી ગઈ હતી, અને તેમને તાત્કાલિક બેંગલુરુની એમએસ રમૈયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બિહાર સહિતની તાજેતરની મુસાફરીને કારણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ ખડગેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ નિયમિત તપાસ અને ઇસીજી ટેસ્ટ કરાવ્યા હતા. ખડગે આજે પણ હોસ્પિટલમાં રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ