એટીએફના ભાવમાં ત્રણ ટકાનો વધારો, નવા દર અમલમાં આવ્યા
નવી દિલ્હી, ૦1 ઓક્ટોબર (હિ.સ.) જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે ઉડ્ડયન બળતણ (એટીએફ)ના ભાવમાં ત્રણ ટકાથી વધુનો વધારો કર્યો. તેલ માર્કેટિંગ કંપનીઓએ વૈશ્વિક ધોરણો અનુસાર ઉડ્ડયન બળતણના ભાવમાં સુધારો કર્યો.
ફયુલ


નવી દિલ્હી, ૦1 ઓક્ટોબર (હિ.સ.) જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે

ઉડ્ડયન બળતણ (એટીએફ)ના ભાવમાં ત્રણ

ટકાથી વધુનો વધારો કર્યો. તેલ માર્કેટિંગ કંપનીઓએ વૈશ્વિક ધોરણો અનુસાર ઉડ્ડયન

બળતણના ભાવમાં સુધારો કર્યો. નવા દર બુધવારથી અમલમાં આવ્યા.

આઇઓસીની વેબસાઇટ અનુસાર, “રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઉડ્ડયન બળતણ (એટીએફ) ના ભાવ પ્રતિ

કિલોલીટર રૂ. 3,052.5 અથવા 3.3 ટકા વધીને રૂ. 93,766.02 થયા છે. એટીએફના

ભાવમાં આ વધારો ગયા મહિને 1.4 ટકા અથવા 1,308.41 પ્રતિ

કિલોલીટરના ઘટાડા બાદ થયો છે.”

દેશની નાણાકીય રાજધાની મુંબઈમાં, એટીએફના ભાવ પ્રતિ

કિલોલીટર રૂ. 84,832.83 થી વધીને રૂ. 87,714.39 પ્રતિ કિલોલીટર

થયા છે. ચેન્નઈ અને કલકતામાં, તે અનુક્રમે ₹96,816.58 અને ₹97,302.14 પ્રતિ કિલોલીટર પર પહોંચી ગયું. વીએટી જેવા

સ્થાનિક કરના આધારે શહેરોમાં ભાવ બદલાય છે.

જેટ ઇંધણના ભાવમાં ઘટાડો થવાથી વાણિજ્યિક એરલાઇન્સ પર બોજ

વધશે, કારણ કે ઇંધણ

તેમના સંચાલન ખર્ચમાં આશરે 40% હિસ્સો ધરાવે છે. જોકે, એરલાઇન્સ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી ઉપલબ્ધ નહોતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande