નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ફિલિપાઇન્સના
લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને એકતા વ્યક્ત કરી, જેમણે
દક્ષિણપૂર્વ એશિયાઈ દેશમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં 69 લોકો ગુમાવ્યા.
પ્રધાનમંત્રીએ ટ્વિટર પર લખ્યું કે,” ફિલિપાઇન્સમાં ભૂકંપથી
થયેલા જાનહાનિ અને વ્યાપક નુકસાન વિશે જાણીને તેમને ખૂબ દુઃખ થયું. મારી
સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની
કામના કરું છું. આ મુશ્કેલ સમયમાં ભારત ફિલિપાઇન્સની સાથે એકતામાં ઉભું છે.
મંગળવારે રાત્રે ફિલિપાઇન્સના, સેબુ પ્રાંતમાં 6.9 ની તીવ્રતાનો
શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેમાં ઓછામાં ઓછા
69 લોકો માર્યા ગયા
અને 150 થી વધુ ઘાયલ
થયા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ