રાજેશ અગ્રવાલે, વાણિજ્ય વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.) વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી રાજેશ અગ્રવાલે બુધવારે નવી દિલ્હીમાં વાણિજ્ય વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ 30 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થયેલા સુનીલ બર્થવાલનું સ્થાન લેશે.
સચિવ


નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.) વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી રાજેશ

અગ્રવાલે બુધવારે નવી દિલ્હીમાં વાણિજ્ય વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

તેઓ 30 સપ્ટેમ્બરના રોજ

નિવૃત્ત થયેલા સુનીલ બર્થવાલનું સ્થાન લેશે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર, મણિપુર કેડરના 1994 બેચના વરિષ્ઠ આઇએએસઅધિકારી રાજેશ

અગ્રવાલને કૌશલ્ય વિકાસ, વીજળી, ખાતરો, કૃષિ અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ

ઉદ્યોગો સહિત વિવિધ ક્ષેત્રોમાં શાસન, નીતિ-નિર્માણ અને અમલીકરણમાં ત્રણ દાયકાનો અનુભવ છે. તેમણે

ત્રણ વર્ષ સુધી વર્લ્ડ સ્કિલ ગવર્નિંગ કાઉન્સિલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

અને મણિપુર, ઝારખંડ અને બિહાર

જેવા રાજ્યોમાં ક્ષેત્રીય સુધારાઓનું નેતૃત્વ કર્યું.

મંત્રાલયે જણાવ્યું હતું કે,”તેમના વર્તમાન

કાર્યભાર પહેલાં, અગ્રવાલ મુક્ત

વેપાર કરાર હેઠળ વિવિધ દેશો સાથે ભારતની વેપાર વાટાઘાટોનું નિરીક્ષણ કરી રહ્યા

હતા. તેઓ ભારત-યુએસ દ્વિપક્ષીય વેપાર કરાર, ઈન્ડો-પેસિફિક આર્થિક મંચ, ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક આર્થિક સહકાર અને આસિયાનમુક્ત વેપાર કરાર

(એફટીએ) ની સમીક્ષા માટે

મુખ્ય વાટાઘાટકાર હતા. તેઓ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે નિકાસ પ્રમોશનનો હવાલો

પણ સંભાળતા હતા.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande