(કેબિનેટ) કેન્દ્રીય કર્મચારીઓના, મોંઘવારી ભથ્થા (ડીએ) માં ત્રણ ટકાનો વધારો
નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા (ડીએ) માં 3 ટકાનો વધારો કરીને, 55 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂર
ડીએ


નવી દિલ્હી, 01 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી

ભથ્થા (ડીએ) માં 3 ટકાનો વધારો

કરીને, 55 ટકા કરવાના

પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ વધારો 1 જુલાઈ, 2025 થી અમલમાં આવશે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્રીય

મીડિયા સેન્ટર ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં, કેબિનેટના નિર્ણયની જાહેરાત કરી.

તેમણે જણાવ્યું હતું કે,” કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા

અને મોંઘવારી રાહતમાં વધારાથી સરકારનો કુલ વાર્ષિક ખર્ચ ₹10,083.96 કરોડ થશે. આ

નિર્ણયથી અંદાજે 49.19 લાખ કેન્દ્રીય

કર્મચારીઓ અને 68.72 લાખ પેન્શનરોને

લાભ થશે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande