નવી દિલ્હી, ૦1 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્ર સરકાર દેશભરમાં, રાષ્ટ્રીય ગીત
વંદે માતરમની 150મી વર્ષગાંઠ
ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી મંત્રીમંડળની
બેઠકમાં દેશભરમાં અનેક સંબંધિત કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવી હતી. માહિતી અને
પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્રીય મીડિયા સેન્ટર ખાતે એક પત્રકાર પરિષદમાં
જણાવ્યું હતું કે, આ વર્ષે રાષ્ટ્રીય ગીતની 150મી વર્ષગાંઠ છે. તેને ઉત્સવ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં
આવ્યો છે.
દરેકને, ખાસ કરીને યુવાનોને, ઇતિહાસ સાથે જોડવા માટે, આ ગીતની મૂળ ભાવનાને લોકો સુધી પહોંચાડવામાં આવશે. દેશભરમાં
અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. દેશભક્તિ અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક આ
ગીત 1875માં બંકિમચંદ્ર
ચેટર્જી દ્વારા રચવામાં આવ્યું હતું અને 7 નવેમ્બર, 2025ના રોજ તેની 150મી વર્ષગાંઠ પૂર્ણ કરશે. 24 જાન્યુઆરી, 1950ના રોજ, ભારતીય બંધારણ સભાએ તેને રાષ્ટ્રીય ગીત જાહેર કર્યું. આ
દેશભક્તિ કવિતા સૌપ્રથમ તેમની નવલકથા આનંદ મઠમાં પ્રકાશિત થઈ હતી.
આ કાર્ય તે સમયે સ્વતંત્રતા માટે લડતા, ભારતના બહાદુર સપૂતો
માટે પ્રેરણાસ્ત્રોત તરીકે કામ કર્યું.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ