પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) પાટણ તાલુકાના રાજપુર ગામમાં શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે દશેરાના પાવન દિવસે નવચંડી હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ભક્તિભાવથી ઉપસ્થિત રહ્યા હતા.
વિજયાદશમીના પવિત્ર દિવસે યોજાયેલા આ હવન યજમાન તરીકે ધ્રુમિલકુમાર અશ્વિનભાઈ પરિવારે ધર્મલાભ મેળવ્યો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં શ્રીફળની આહુતિ આપી પૂજનવિધિ સંપૂર્ણ કરાઈ હતી.સમસ્ત ગ્રામજનો માટે આ નવચંડી હવનના દર્શનનો શુભ અવસર બન્યો હતો. ભક્તિભર્યા માહોલ વચ્ચે ગામજનોએ માતાજીના આશીર્વાદ લીધા હતા અને સમગ્ર સ્થળે ધાર્મિક અને પાવન વાતાવરણ જોવા મળ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ