મહેસાણામાં 15 ફૂટની દુર્ગા મૂર્તિ અને ભવ્ય પંડાલ: બંગાળી સમાજની અનોખી નવરાત્રિ ઉજવણી
મહેસાણા, 3 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણામાં બંગાળી ફ્રેન્ડ્સ એસોસિએશન દ્વારા આયોજિત દુર્ગા પૂજા ઉત્સવ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત દ્રશ્ય છે. આ વર્ષે આશરે 15 ફૂટ ઊંચી દુર્ગા માતાની મૂર્તિ બનાવવામાં આવી છે, જે કોલકાતાના કારીગરો
“મહેસાણામાં 15 ફૂટની દુર્ગા મૂર્તિ અને ભવ્ય પંડાલ: બંગાળી સમાજની અનોખી નવરાત્રિ ઉજવણી”


“મહેસાણામાં 15 ફૂટની દુર્ગા મૂર્તિ અને ભવ્ય પંડાલ: બંગાળી સમાજની અનોખી નવરાત્રિ ઉજવણી”


“મહેસાણામાં 15 ફૂટની દુર્ગા મૂર્તિ અને ભવ્ય પંડાલ: બંગાળી સમાજની અનોખી નવરાત્રિ ઉજવણી”


“સિંદૂરખેલા: ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવતી મહેસાણાની ભક્તિપૂર્ણ પરંપરા”


મહેસાણા, 3 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણામાં બંગાળી ફ્રેન્ડ્સ એસોસિએશન દ્વારા આયોજિત દુર્ગા પૂજા ઉત્સવ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત દ્રશ્ય છે. આ વર્ષે આશરે 15 ફૂટ ઊંચી દુર્ગા માતાની મૂર્તિ બનાવવામાં આવી છે, જે કોલકાતાના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. પંડાલ પણ વિશેષ રીતે, દક્ષિણેશ્વર મંદિરની પ્રતિકૃતિ તરીકે તૈયાર થયો છે, જે ઉત્તર ગુજરાતમાં અનોખું આકર્ષણ બની રહ્યો છે.

પૂજા પંચમીથી દશમી સુધી ચાલે છે અને દશેરાના દિવસે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. દરેક સ્ત્રી લાલ-સફેદ સાડી પહેરીને માતાજીની આરતી કરે છે, પ્રસાદ અર્પણ કરે છે અને એકબીજાને સિંદૂર લગાવી શુભેચ્છાઓ પાઠવે છે. આ તહેવાર બંગાળી પરિવારો માટે અત્યંત ભાવનાત્મક છે, જેમ પરણેલી દીકરી પિયરમાં આવે છે, તેવી જ રીતે માતાજાને પિયરમાં બોલાવવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં આ ઉત્સવમાં સહભાગી પરિવારોથી ફક્ત બે-ત્રણની સંખ્યા હતી, જ્યારે હવે આશરે 150 જેટલા પરિવાર જોડાયેલા છે. પંડિત, ઢાક વગાડનારા કલાકારો અને પ્રસાદ તૈયાર કરનારા સહભાગીઓ પણ કોલકાતા પરથી બોલાવવામાં આવ્યા છે. આ ભવ્ય પંડાલ અને મૂર્તિ દર્શન માટે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાંથી લોકો મોટી સંખ્યામાં મહેસાણા પહોંચે છે, જે તહેવારને એકતા, ભક્તિ અને પરંપરાનું પરિપૂર્ણ પ્રતિબિંબ બનાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande