ડૉ. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં ધોરણ -૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરાયું
ગીર સોમનાથ 3 ઓક્ટોબર (હિ.સ.): ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડાની ડૉ ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં ધોરણ -૯ માં અભ્યાસ કરતી બક્ષીપંચ જ્ઞાતિની બહેનોને આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી અને ર્ડો. ભરત બારડ શૈક્ષણિક સંકુલના અધ્ય સ્થાપક જશાભાઇ બારડના વરદ હસ્તે સાયકલ
વિદ્યાર્થીની ઓં ને સાયકલ વિતરણ


ગીર સોમનાથ 3 ઓક્ટોબર (હિ.સ.): ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડાની ડૉ ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં ધોરણ -૯ માં અભ્યાસ કરતી બક્ષીપંચ જ્ઞાતિની બહેનોને આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી અને ર્ડો. ભરત બારડ શૈક્ષણિક સંકુલના અધ્ય સ્થાપક જશાભાઇ બારડના વરદ હસ્તે સાયકલ વિતરણ કરવામાં આવી.

સમાજ કલ્યાણ વિભાગ ગીર સોમનાથ દ્વારા બહેનોને ઘરે થી શાળાએ અભ્યાસ કરવા જવા માટે મુશ્કેલીઓ કે અન્ય વાહનોનો ઉપયોગ ના કરવો પડે તે હેતુ થી તેમજ કન્યા કેળવણી ના વિકાસના ભાગરૂપે સાયકલ વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત ડૉ ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ સુત્રાપાડામાં કુલ ૨૨૦ સાયકલોનુ વિતરણ કરવામાં આવેલ. ઘો. 9 માં અભ્યાસ કરતી તમામ વિધાર્થીનીઓને આ લાભ મળશે, આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ની સાથે ર્ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલના આચાર્ય જોષી સાહેબ, કન્યા શાળા ના આચાર્ય દિનેશભાઇ બારડ, અસ્વીનભાઈ બારડ, સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓના વાલીઓં હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande