સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં, ન્હાવા પડેલ યુવક ડૂબતાં દુઃખદ મોત
પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલ પસુવદળની પોળ વિસ્તારમાં, સરસ્વતી નદીમાં એક દુઃખદ ઘટના બની હતી. ગોગાપુરા વિસ્તારના રહેવાસી સુરેશજી સરદારજી ઠાકોર નામના યુવાનનું નદીમાં ન્હાવા જતાં દુર્ઘટનાવશ ડૂબી જવાથી મોત થયું હતું. મળતી મા
સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં ન્હાવા પડેલ યુવક ડૂબતાં દુઃખદ મોત


સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં ન્હાવા પડેલ યુવક ડૂબતાં દુઃખદ મોત


સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં ન્હાવા પડેલ યુવક ડૂબતાં દુઃખદ મોત


પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલ પસુવદળની પોળ વિસ્તારમાં, સરસ્વતી નદીમાં એક દુઃખદ ઘટના બની હતી. ગોગાપુરા વિસ્તારના રહેવાસી સુરેશજી સરદારજી ઠાકોર નામના યુવાનનું નદીમાં ન્હાવા જતાં દુર્ઘટનાવશ ડૂબી જવાથી મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, સુરેશભાઈ ઠાકોર નદીમાં ન્હાવા પડ્યા હતા ત્યારે પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા અને ડૂબી ગયા હતા. ઘટના થતાં જ સ્થાનિક રહીશોએ તાત્કાલિક ફાયર ફાઈટર અને પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ સિદ્ધપુર ફાયર ફાઈટર ટીમના મુસ્તુફા જાલોરી અને હોમગાર્ડના કપૂરજી ઠાકોર સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande