નાગરિક સંરક્ષણ બાબતે પાટણમાં જાગૃતિલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો
પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના ૧૯૬૩માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ સમયે પ્રજાનું રક્ષણ કરવું, ગૃહ મોરચે જુસ્સો જાળવી રાખવો, અફવાઓથી લોકોને બચાવવું અને ઔદ્યોગિક ઉત્પાદન તથા પુરવઠા જાળવી રાખવો છે. કુદરતી કે માનવસર
નાગરિક સંરક્ષણ બાબતે પાટણમાં જાગૃતિલક્ષી તાલીમ કાર્યક્રમ યોજાયો


પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના ૧૯૬૩માં કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ સમયે પ્રજાનું રક્ષણ કરવું, ગૃહ મોરચે જુસ્સો જાળવી રાખવો, અફવાઓથી લોકોને બચાવવું અને ઔદ્યોગિક ઉત્પાદન તથા પુરવઠા જાળવી રાખવો છે. કુદરતી કે માનવસર્જિત આફતો જેમ કે કોમી રમખાણો, મોટી આગ, અકસ્માતો જેવી પરિસ્થિતિઓમાં નાગરિક સંરક્ષણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને માનદ અધિકારીઓ સેવા આપે છે.

તાજેતરમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન નાગરિક સંરક્ષણ તંત્રની જરૂરિયાત વ્યાપક રીતે અનુભવાઈ હતી. સરકારી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ નાગરિક સંરક્ષણ વિશે માહિતગાર બને અને તાલીમ મેળવે તે હેતુથી પાટણ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ નોડલ અધિકારી અને જિલ્લા કમાન્ડન્ટ સંજય ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

ગાંધી જયંતિ નિમિત્તે પાટણ જિલ્લા સેવા સદનમાં નાગરિક સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા અવેરનેસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. કલેક્ટર તુષાર ભટ્ટ અને નિવાસી અધિક કલેક્ટર વી.સી. બોડાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમમાં જિલ્લા શિક્ષણ અધિકારી એ.એન. ચૌધરી, આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલ, ડોક્ટરો, એડવોકેટો, શિક્ષકો તથા હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તાલીમ દરમિયાન નિષ્ણાત તરીકે કેતન ભટ્ટ, કેતન શાહ અને આનંદ ચૌધરી હાજર રહ્યા હતા. ઉપરાંત ગણપત મકવાણા, રવિકાંતસોલંકી, નરેશ પરમાર સહિત આરોગ્ય અને શિક્ષણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, માધ્યમિક શાળાના આચાર્યો અને હોમગાર્ડ સભ્યોએ પણ તાલીમમાં ભાગ લઈ માહિતી મેળવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande