વિજયાદશમી નિમિત્તે 200 સ્વયંસેવક દ્વારા પૂર્ણ ગણવેશમાં ઘોષવાદન સાથે પથ સંચલન થયું
અતિથિ તેમજ સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું
પ્રાત્યક્ષિક ,અમૃતવચન અને વ્યક્તિગત ગીત વિજયાદશમી તેમજ સંઘને અનુલક્ષીને ઉદબોધન
સંઘ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તનના પાંચ વિષયને લઈને સંઘ ચાલવાનો છે
ભરૂચ 2 ઓક્ટોબર (હિ.સ.)
સંઘ શતાબ્દી વર્ષમાં અંકલેશ્વર જિલ્લામાં શ્રી વિજયાદશમી ઉત્સવ નિમિત્તે કેશવ નગર અંકલેશ્વર જીઆઈડીસીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 13 વસ્તીમાંથી લગભગ 200 થી વધુ સ્વયંસેવકો દ્વારા પથ સંચલનમાં ભાગ લીધો હતો . આ પથ સંચલન પછી એક પ્રકટ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
શ્રી વિજયાદશમી ઉત્સવમાં પ્રકટ કાર્યક્રમમાં અતિથિ વિશેષ હસમુખ પટેલ સામાજિક કાર્યકર્તા ઓમકાર ગ્રુપ અંકલેશ્વર અને વક્તા કલ્પેશ પટેલ ભરૂચ વિભાગ બૌધિક પ્રમુખ અને વિભાગ સંચાલકજી બળદેવ પ્રજાપતિ , જિલ્લા સંધચાલક જવાહર વરેલાણીની ઉપસ્થિતિમાં પ્રકટ કાર્યક્રમ થયો હતો. જેમા લગભગ 500 થી વધુ આમંત્રિત ભાઈઓ બહેનો મહેમાનોની ઉપસ્થિતિમાં શસ્ત્રપૂજન, પ્રાત્યક્ષિક ,અમૃતવચન અને વ્યક્તિગત ગીત, સાંઘીક ગીત તેમજ અતિથિ અને મુખ્ય વક્તા દ્વારા વિજયાદશમી તેમજ સંઘને અનુલક્ષીને ઉદબોધન કરવામાં આવ્યું હતું.
સંઘ શતાબ્દી વર્ષમાં જે પંચ પરિવર્તનના જે પાંચ વિષયને લઈને ચાલવાના છે એને ઉદબોધનમાં એનો ઉલ્લેખ થયો હતો,.તેમાં સામાજિક સમરસતા ,પર્યાવરણ ગતિવિધિ, કુટુંબ પ્રબોધન, નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી આ પાંચ વિષયને લઈને વિષયનું સમાજ સામે આહવાન કરવામાં આવ્યું હતું.સંઘ આ પાંચ વિષયો ઉપર આવતા 25 વર્ષમાં એના પર કામ કરવાનું છે .
સંઘ શતાબ્દી વર્ષમાં શ્રી વિજયાદશમી પ્રથમ કાર્યક્રમ છે. એના પછી સંઘ દ્વારા સમાજના પ્રત્યેક ઘરના સંપર્ક કરવા માટે ઘર ઘર વ્યાપક સંપર્ક અભિયાન થાશે .તેના બે મહિના દરેક વસ્તી અને મંડળમાં હિન્દુ સંમેલનો મોટી સંખ્યામાં થાય એના માટે પણ સંઘ કામ કરવાનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ