પોરબંદર, 2 ઓક્ટોબર (હિ.સ.)ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતીના પવિત્ર અવસરે પૂજ્ય બાપુને શ્રધાંજલિ અર્પીને કીર્તિમંદિર ખાતે સર્વધર્મમાં સહભાગી થયા હતા.
પ્રાર્થના સભા બાદ મુખ્યમંત્રીએ પ્રથમવાર પૂજ્ય કસ્તુરબા ગાંધીના સ્મારકની મુલાકાત લીધી હતી. તેમણે સ્મારક સ્થળે સ્વતંત્ર સંગ્રામમાં પૂજ્ય બાની પાયાભૂત ભૂમિકા અને તેમના ત્યાગ, સેવાભાવ તથા સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનનું સ્મરણ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya