(અપડેટ) શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ પંડિત છન્નુલાલ મિશ્રનું, આજે સાંજે કાશીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે
- ગુરુવારે વહેલી સવારે, 89 વર્ષની વયે અવસાન થયું મિર્ઝાપુર, નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) શાસ્ત્રીય સંગીત જગતના આધારસ્તંભ અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા પંડિત છન્નુલાલ મિશ્રનું ગુરુવારે સવારે, મિર્ઝાપુરમાં તેમની પુત્રી ન
છન્નું મિશ્ર


- ગુરુવારે વહેલી

સવારે, 89 વર્ષની વયે અવસાન થયું

મિર્ઝાપુર, નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) શાસ્ત્રીય સંગીત જગતના આધારસ્તંભ અને

પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા પંડિત છન્નુલાલ મિશ્રનું ગુરુવારે સવારે,

મિર્ઝાપુરમાં તેમની પુત્રી નમ્રતાના ઘરે અવસાન થયું. તેમણે 89 વર્ષની વયે અંતિમ

શ્વાસ લીધા. પંડિત મિશ્રાના અંતિમ સંસ્કાર આજે સાંજે કાશીના મણિકર્ણિકા ઘાટ ખાતે

કરવામાં આવશે.

પંડિત મિશ્રાનો જન્મ ૩ ઓગસ્ટ, 1936ના રોજ આઝમગઢ જિલ્લાના એક ગામમાં થયો હતો.

તેમણે પોતાનું પ્રારંભિક સંગીત શિક્ષણ તેમના પિતા પાસેથી મેળવ્યું હતું. બાદમાં, તેમણે બનારસમાં

ઔપચારિક સંગીત શિક્ષણ અને કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ ગની ખાન પાસેથી સઘન તાલીમ

મેળવી હતી. તેમની સંગીત પ્રેક્ટિસ અને તેમની વિશિષ્ટ ઠુમરી શૈલીથી, તેમણે ભારતીય

શાસ્ત્રીય સંગીતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું. તેમના નિધનથી સંગીત જગતમાં શોકની

લહેર ફેલાઈ ગઈ છે.

સંગીત યાત્રા અને યોગદાન-

પંડિત છન્નુલાલ મિશ્ર બનારસ ઘરાના, ખાસ કરીને ખયાલ

અને પૂરબ અંગ ઠુમરીમાં તેમની ગાયકી કુશળતા માટે વિશ્વ વિખ્યાત હતા. તેમના

ભાવનાત્મક પ્રસ્તુતિઓએ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા અપાવી.

તેમને પૂરબ અંગ ઠુમરીના અગ્રણી પ્રણેતા માનવામાં આવે છે. તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો

અને દૂરદર્શન પર પણ વ્યાપકપણે પ્રદર્શન કર્યું અને અનેક સંગીત આલ્બમ બહાર પાડ્યા.

સન્માન અને સિદ્ધિઓ-

તેમના જીવનકાળ દરમિયાન, પંડિત મિશ્રને ઉત્તર પ્રદેશ સંગીત નાટક અકાદમી પુરસ્કાર, નૌશાદ પુરસ્કાર

અને યશ ભારતી પુરસ્કાર જેવા સન્માન મળ્યા. ભારત સરકારે તેમને 2010 માં પદ્મ ભૂષણ

અને 2020 માં પદ્મ

વિભૂષણથી સન્માનિત કર્યા. તેઓ સંગીત નાટક અકાદમી ફેલોશિપના પ્રતિષ્ઠિત

પ્રાપ્તકર્તાઓમાં પણ હતા.

અંગત જીવન અને વિવાદો-

2014માં પંડિત મિશ્રા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામાંકન

માટે પ્રસ્તાવક હતા. જોકે,

પછીના વર્ષોમાં, તેઓ કૌટુંબિક

મિલકતના વિવાદને કારણે સમાચારમાં રહ્યા અને આખરે કાશી છોડીને, તેમની પુત્રી નમ્રતા

સાથે મિર્ઝાપુરમાં રહેવા લાગ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ગિરજા શંકર મિશ્રા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande