ઉના ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન 2025 અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ
અમરેલી2 ઓક્ટોબર (હિ.સ.) અમરેલી વિભાગના ઉના ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન 2025 અંતર્ગત વિશાળ સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ડેપોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી સ્વચ્છતા જાળવવાના સંકલ્પ સાથે ભાગ લીધો.

કાર્યક્રમ દરમિયાન ડેપો પરિસરમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું અને કચરો એકત્રિત કરી પર્યાવરણને સ્વચ્છ રાખવાનો સંદેશ આપવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે સ્વચ્છતા માત્ર એક દિવસની ઝુંબેશ નથી પરંતુ રોજિંદી જીવનશૈલીનો અગત્યનો હિસ્સો હોવો જોઈએ.

આ પ્રસંગે લોકોમાં પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા, કચરાને યોગ્ય જગ્યાએ નાખવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા માટે શપથ લેવડાવવામાં આવ્યો. સાથે સાથે કર્મચારીઓએ નાગરિકોને સમજાવ્યું કે સ્વચ્છ પરિસરથી આરોગ્ય સારું રહે છે અને સામાજિક વિકાસને ગતિ મળે છે.

સ્વચ્છતા અભિયાન 2025 હેઠળ ઉના ડેપો ખાતે યોજાયેલા આ કાર્યક્રમથી લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધી છે અને દરેકે પોતાના આસપાસનું પરિસર શુદ્ધ અને સુંદર રાખવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

 rajesh pande