જામનગરના કાલાવડમાં સોલાર પ્લાન્ટ મેનેજરના મકાનમાં તોડફોડ કરી નુકસાની : બે સામે ફરિયાદ
જામનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) જામનગર નજીક કાલાવડમાં રહેતા અને સોલાર પ્લાન્ટના મેનેજર તરીકે નોકરી કરતા અનમોલ મનોજસિંઘ નામના 32 વર્ષના યુવાનને પૈસાની લેતી દેતીના મામલે કાલાવડ તાલુકાના ડેરી ગામના મહેન્દ્રસિંહ જાડેજા સાથે રકઝક થઈ હતી.દરમિયાન ગઈકાલે ફરિયાદી
ફરિયાદ પ્રતીકાત્મક તસ્વીર


જામનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) જામનગર નજીક કાલાવડમાં રહેતા અને સોલાર પ્લાન્ટના મેનેજર તરીકે નોકરી કરતા અનમોલ મનોજસિંઘ નામના 32 વર્ષના યુવાનને પૈસાની લેતી દેતીના મામલે કાલાવડ તાલુકાના ડેરી ગામના મહેન્દ્રસિંહ જાડેજા સાથે રકઝક થઈ હતી.દરમિયાન ગઈકાલે ફરિયાદી યુવાન પોતાના મિત્ર સાથે ઘેર હતો, જે દરમિયાન ઉપરોક્ત આરોપી અને અને તેનો એક સાથીદાર ત્યાં તો સિંહ આવ્યા હતા, અને બળજબરીથી પૈસા કઢાવવાના મામલે સોલાર પ્લાન્ટ ઓપરેટર ઉપર હુમલો કરી દીધો હતો, ત્યારબાદ ઘરમાં તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું સાથોસાથ બે બાઈક પણ સળગાવી નાખ્યા હતા. આરોપીઓએ ફરિયાદી યુવાન પર બેટ પડ્યો હુમલો કર્યા બાદ સોલાર પ્લાન્ટ ચાલુ કરવો હોય તો તમારે પૈસા આપવા પડશે તેમ કહયું હોવાથી પોલીસ બંને આરોપીઓને શોધી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande