સુરતમાં ટેકવોન્ડોની સ્પર્ધામાં જામનગરના છાત્રોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
જામનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની રાજ્ય કક્ષાની અલગ-અલગ વય અને વજન જૂથ પ્રમાણે ટેકવોન્ડો સ્પર્ધા સુરતમાં યોજાઇ હતી.જેમા આહાના છાપિયા (સેંટ ઝેવિયર્સ), 26-29 કિ.ગ્રા, શિવાંગી ત્રિવેદી (હરીયા સ
કરાટે સ્પર્ધાના વિદ્યાર્થીઓ


જામનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની રાજ્ય કક્ષાની અલગ-અલગ વય અને વજન જૂથ પ્રમાણે ટેકવોન્ડો સ્પર્ધા સુરતમાં યોજાઇ હતી.જેમા આહાના છાપિયા (સેંટ ઝેવિયર્સ), 26-29 કિ.ગ્રા, શિવાંગી ત્રિવેદી (હરીયા સ્કૂલ) 29-32 કિ.ગ્રા., એન્જાલા નોયડા (એન.વી.એન સ્કૂલ) 33-35 કિ.ગ્રા. અને શાળા નં. 18 દેવાંશી ડી. પાગડા (35 થી 38 કિ.ગ્રા ) માં જામનગરની વિધાર્થીનિએ અં-14 વયજુથમાં જામનગરમાં પ્રથમ નંબર (સુવર્ણ પદક) મેળવીને વિજેતા થયાં.શહેર કક્ષાએ વિજેતા સ્પર્ધકો રાજય કક્ષાએ જામનગર શહેરનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. મ.ઝૈદ કાદરીએ રાજય કક્ષાએ કાંસ્ય પદક મેળવ્યો હતો.રમતવીરોને સરફરાજ઼ નોયડા, મુખ્ય કોચ અને ડાયરેકટર એન.એસ.કે.એ જામનગર અને મ.ઝૈદ કાદરી અને હેના ત્રિવેદી કોચિગ આપ્યુ હતું.શાળા નં. 18ના શિક્ષક દિપક પાગડા ટીમ મેનેજર અને વિજયસિંહ જુંજીયા, ડી.એસ. ઓ. ઓફિસર ભાવેશભાઇ રાવલિયાએ આ તમામ વિદ્યાર્થીનીઓની સિદ્ધિને બિરદાવી છે. સુરતમાં ટેકવોન્ડોની સ્પર્ધામાં જામનગરની જુદી-જુદી શાળાની છાત્રો ઝળકતા શહેરનું ગૌરવ વધાર્યુ છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande