સુરત, 2 ઓક્ટોબર (હિ.સ.)-સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આજે વહેલી સવારે આગની એક ગંભીર ઘટના બની હતી. પલસાણાના ઉદ્યોગ વિસ્તાર પાસે આવેલા એક કેમિકલ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે હાહાકાર મચી ગયો હતો.
આ બનાવની જાણ થતાં જ પલસાણા પી.ઇ.પી.એલ. (PEPL) સહિત અનેક ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કલાકો સુધી ભારે મહેનત બાદ ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગોડાઉનમાં રહેલા કેમિકલના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. સદભાગ્યે, કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં રહેલા કેમિકલ સ્ટોક અને મશીનરીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે