મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે ગાંધીજી અને શાસ્ત્રીજીને પુષ્પાંજલિ અર્પણ
મહેસાણા, 2 ઓક્ટોબર (હિ.સ.) આજે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તથા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મજયંતિના અવસર પર યાદગાર કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સાંસદ શ્રી હરિભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

કાર્યાલયમાં સૌ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ એકત્ર થઈને બંને મહાનુભાવો પ્રત્યે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી. કાર્યક્રમ દરમિયાન ગાંધીજીના અહિંસા, સ્વદેશી, સત્ય અને સ્વરાજ્યના મૂલ્યો તેમજ શાસ્ત્રીજીના “જય જવાન, જય કિસાન” ના સુત્રોનું મહત્વ વિસ્તૃત રીતે વર્ણવાયું.

સાંસદશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ગાંધીજી અને શાસ્ત્રીજીના આદર્શો આજે પણ આપણા માટે માર્ગદર્શક છે. તેમના સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને આપણે સશક્ત ભારત નિર્માણમાં યોગદાન આપી શકીએ છીએ. તેમણે કાર્યકર્તાઓને સંકલ્પ અપાવ્યો કે સમાજ સેવા, રાષ્ટ્રપ્રેમ અને સ્વચ્છતા અભિયાનમાં સતત સક્રિય રહેશે.

આ પ્રસંગે કાર્યાલયમાં દેશભક્તિ ગીતો ગુંજી ઉઠ્યા અને સૌએ શ્રદ્ધાભેર મૌન પાળી આદર્શ પુરુષોને નમન કર્યું. મહેસાણા જિલ્લામાં યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા ફરી એકવાર લોકોમાં રાષ્ટ્રીય મૂલ્યો પ્રત્યે ભાવનાત્મક જોડાણ ઊભું થયું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande