પાટણના હરીપુરા વિસ્તારમાં 1 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશનના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું
પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) પાટણ નગરપાલિકા દ્વારા શહેરના હરીપુરા વિસ્તારમાં આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક પમ્પિંગ સ્ટેશનના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્
પાટણના હરીપુરા વિસ્તારમાં 1 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત


પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) પાટણ નગરપાલિકા દ્વારા શહેરના હરીપુરા વિસ્તારમાં આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક પમ્પિંગ સ્ટેશનના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ રમેશસિંહ સિંધવ, હુડકોના ચેરમેન કે.સી. પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલ પરમાર સહિતના કોર્પોરેટરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હરીપુરા વિસ્તારમાં લાંબા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા સેવાઈ રહી હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. નગરપાલિકાએ લોકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને આ પમ્પિંગ સ્ટેશનના નિર્માણનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

આ નવા પમ્પિંગ સ્ટેશનના પૂર્ણ થવાથી હરીપુરા વિસ્તારની ગટરના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થશે. સાથે જ રેલવે ગરનાળામાંથી અવરજવર સરળ બનેલી રહેશે. નગરપાલિકાના આ વિકાસમૂલક પગલાથી સ્થાનિકોમાં હર્ષ અને સંતોષની લાગણી પ્રસરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande