જુનાગઢ 2 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ ગત28 સપ્ટેમ્બર કલાક-2.30 વાગ્યાના પહેલા કોઇપણ સમયે થાણાથી ઉત્તરે ૭ કિ.મી દુર મેંદરડા-સાસણ રોડ મધુરમ પેટ્રોલપંપ પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી માનવ જીંદગી જોખમાય તે રીતે ગફલતભરી રીતે ચલાવી મોટર સાયકલ ચાલક સાગર રામસીંગભાઈ ભોપાળા, ઉ.વ-23 રે-ભોજદે તા.તાલાલા વાળાને હડફેટે લઇ શરીરે નાની મોટી ઇજા કરી જમણા પગમાં ગંભીર ઇજા કરી મોત નિપજાવી ગુન્હો રરી નાશી ગયેલ, જે બાબતે તાલાલા પો.સ્ટે. તાલાલા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૮૧,૧૨૫(અ), ૧૨૫(બ),૧૦૬ એમ.વી.એકટ-134 મુજબ આ અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુન્હો રજી.કરવામાં આવેલ.
જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ.નરેન્દ્રભાઇ કછોટ તથા એ.એસ.આઇ. લાલજી બાંભણિયા નાઓએ હયુમન સોર્સીસથી બાતમી મેળવી તથા સી.સી.ટી.વી. એનાલીસીસ કરતા મળેલ માહીતી આધારે નીચે જણાવેલ નામવાળો ઇસમ સદર અકસ્માત કરી ઇજાઓ કરી મોત નિપજાવી નાશી ગયેલ હોય જેઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
> પકડેલ આરોપી
(૧) આશીક ઉર્ફે મોરલી જસમતભાઈ લોલાડીયા ઉવ-૨૩ ડ્રાઇવીંગ રહે. કણજા ધાર મેઈન બજાર ચકી પાસે તા વંથલી જી. જુનાગઢ
કબ્જે કરેલ મુદામાલ
(૧) ટાટા ૭૦૯ જેના રજી નંબર જી.જે.૧૧.ઝેડ
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ