જૂનાગઢમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પદયાત્રા, જન સહભાગિતા કાર્યક્રમ સહિતના વિવિધ આયામો યોજાશે
જુનાગઢ, 2 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ, રાજ્યની વિકાસ યાત્રાને મહત્તમ લોકો સુધી જોડી શકાય અને આગામી વિકાસ માટે સુચારુ આયોજન સાધી શકાય તે માટે 7 થી 15 ઓક્ટોબર 2025 સુધી વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવા સશક્તિકરણ દિવસ, સુશ
જૂનાગઢમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પદયાત્રા, જન સહભાગિતા કાર્યક્રમ સહિતના વિવિધ આયામો યોજાશે


જુનાગઢ, 2 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ, રાજ્યની વિકાસ યાત્રાને મહત્તમ લોકો સુધી જોડી શકાય અને આગામી વિકાસ માટે સુચારુ આયોજન સાધી શકાય તે માટે 7 થી 15 ઓક્ટોબર 2025 સુધી વિકાસ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવા સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, પોષણ અને આરોગ્ય દિવસ, પ્રાકૃતિક કૃષિ દિવસ મનાવવામાં આવશે. તેમજ વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત વિકાસ પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં મહાનુભાવો અને નાગરિકો બહોળી સંખ્યામાં જોડાશે. તેમજ સંસ્કૃતિક કાર્યક્રમો જેમાં નાટક, ભવાઈ, લોકડાયરો વગેરેનું આયોજન પણ કરવામાં આવશે. વ્યાપારીઓ, યુવા સાહસિકોથી લોકો પ્રેરણા મેળવે તે હેતુથી ટેડ એકસ ટોક, યુવા વર્ગ અને બાળકોની સહભાગિતા વધારી શકાય તે હેતુથી શાળા, કોલેજો, યુનિવર્સીટીમાં વકતૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, ઈન્ટરેક્ટીવ વર્કશોપ, ક્વીઝ કોમ્પીટીશન વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

તેમજ જૂનાગઢ શહેર અને જિલ્લાના મહત્વપૂર્ણ સ્થળોએ ભીંત ચિત્રો દોરવામાં આવશે અને લોકોને જાગૃત કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં નાગરિકો બહોળા પ્રમાણમાં ભાગ લે અને રાજય સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વિત બને તે માટે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande