જુનાગઢ ,2 ઓકટોબર (હિ.સ.) રાષ્ટસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ પ્રેરિત પારસધામ,ભવનાથ,જુનાગઢ ખાતે ભવ્ય નિઃશુલ્ક પશુ શસ્ત્રક્રિયા શિબિરનું તા.૦૪/૧૦/૨૦૨૫ થી તા.૦૫/૧૦/૨૦૨૫ ના રોજ અર્હમ યુવા સેવા ગૃપ ધ્વારા આયોજન થયેલ છે આ પશુ શસ્ત્રક્રિયા શિબિરમાં પશુપાલન ખાતાના રાજકોટ વિભાગના તેમજ જુનાગઢ વિભાગના મદદનીશ પશુપાલન નિયામક/પશુચિકિત્સા અધિકારી/પશુધન નિરક્ષકો તેમજ વેટરનરી કોલેજ જુનાગઢના નિષ્ણાંત પશુરોગ સર્જનો સેવા આપશે.
પશુપાલન ખાતાના જુનાગઢ વિભાગના અમરેલી પોરબંદર ગીરસોમનાથ અને દેવભુમી ધ્વારકા જિલ્લાના ૪ મદદનીશ પશુપાલન નિયામક ૪ પશુચિકિત્સા અધિકારી તેમજ ૮ પશુધન નિરીક્ષક મળી કુલ 16 અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. તેમજ રાજકોટ વિભાગના બોટાડ ભાવનગર જામનગર રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 24 અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે.
જયારે જુનાગઢ જિલ્લાના પશુપાલન ખાતાના કુલ 72 અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત વેટરનરી કોલેજ જુનાગઢના ૪ નિષ્ણાંત સર્જનો તેમજ ઇન્ટરશીપ તેમજ અનુસ્નાતક કક્ષાના વેટરનરી કોલેજના વિધાર્થીઓ ફરજ બજાવશે.
આ શસ્ત્રક્રિયા કેમ્પ માટે જુનાગઢ જિલ્લાના તમામ તાલુકાના તમામ ગામોમાં બહોળો પ્રચાર અને પ્રસાર કરી શસ્ત્રક્રિયા યોગ્ય પશુઓનું તા.૩૦/૦૯/૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવેલ.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ