પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વોટ ચોરી મુદ્દે જનજાગૃતિ અભિયાનની જાહેરાત
પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આજે ‘વોટ ચોરી’ના ગંભીર મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી અને લોકશાહીના રક્ષણ માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અભિયાન પાટણ જિલ્લામાં 3 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. પ્રેસ કોન્ફરન્સમાં પાટણ જિ
પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા વોટ ચોરી મુદ્દે જનજાગૃતિ અભિયાનની જાહેરાત


પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આજે ‘વોટ ચોરી’ના ગંભીર મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી અને લોકશાહીના રક્ષણ માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અભિયાન પાટણ જિલ્લામાં 3 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. પ્રેસ કોન્ફરન્સમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈ અને તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે સમગ્ર દેશમાં વોટ ચોરી ગંભીર મુદ્દો બન્યો છે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પુરાવા સાથે આ મુદ્દો રાષ્ટ્રપથ પર ઊભો કર્યો છે. વોટ ચોરીને તેમણે ભારતીય બંધારણ અને લોકશાહીને નુકસાન પહોંચાડતી ઘટના ગણાવી હતી.

આ સંવેદનશીલ મુદ્દે લોકોને જાગૃત કરવા પાટણ જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર સહી ઝુંબેશ અને અન્ય કાર્યક્રમો યોજાશે. ધારાસભ્યએ જિલ્લાવાસીઓને આ અભિયાનમાં સહભાગી થવા, જાગૃત રહેવા અને લોકશાહીની રક્ષા માટે સાથે આવવા આહ્વાન કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande