પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.)પાટણની કર્મભૂમિ સોસાયટીમાં દશેરા નિમિત્તે ચાચર ચોક ખાતે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં સોસાયટીના તમામ રહીશોએ ભક્તિભાવથી ભાગ લીધો હતો. યજ્ઞના યજમાનપદનો લાભ દેવાંશુભાઈ રમેશભાઈ પટેલ પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીફળ હોમી અને આરતી કરવામાં આવી હતી.
દશેરાના પાવન દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર રીતે કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર યજ્ઞ દરમ્યાન શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક વાતાવરણ છવાયું હતું, જ્યાં રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
સોસાયટીમાં છેલ્લા 28 વર્ષથી દર વર્ષે નવરાત્રિના પર્વ દરમિયાન માતાજીની આરાધના કરવામાં આવે છે. નવ દિવસ સુધી ચાચર ચોકમાં માતાજીના ભજનો ગવાય છે, ગરબા રમાય છે અને ખેલૈયાઓને લાણી આપવામાં આવે છે. નવમીના દિવસે માતાજીને વાજતે-ગાજતે વિદાય આપવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ