ગાંધીનગર,2 ઓકટોબર (હિ.સ.) વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનનું ખૂબ મહત્વ હોય છે. હિન્દુઓમાં ઠેર ઠેર શસ્ત્ર પૂજાના કાર્યક્રમ થાય છે, અત્યારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી, મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજનની શરૂઆત કરવી હતી.મુખ્યમંત્રી ભારતીય સનાતન સંસ્કૃતિમાં શસ્ત્ર અને શાસ્ત્રના પૂજનની ઐતિહાસિક પુરાતન પરંપરાને આ શસ્ત્ર પૂજનમાં જોડાઈને વધુ ઉજાગર કરી હતી.
તેમણે સુરક્ષા કર્મીઓને વિજયા દશમીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક એવું આ વિજ્યા દશમી પર્વ, સમાજની આતતાયી શક્તિઓને પરાસ્ત કરવાનો અવસર પણ છે.
સુરક્ષા કર્મીઓએ પણ રાષ્ટ્ર-રાજ્ય અને સમાજની રક્ષા-સુરક્ષા માટે સમર્પિત ભાવ સાથે કર્તવ્યરત રહેવાનું છે, તેની વિભાવના મુખ્યમંત્રીશ્રીએ કર્મના સિદ્ધાંતોને અનુરૂપ ઉદાહરણોથી સમજાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ