પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે, ફોન પર વાત કરી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી.
નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. ગુરુવારે, પ્રધાનમંત્રી મોદીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું
નામો


નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુરુવારે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરી અને તેમના સ્વાસ્થ્ય વિશે

પૂછપરછ કરી.

ગુરુવારે, પ્રધાનમંત્રી મોદીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું

કે,” તેમણે ખડગે સાથે વાત કરી અને તેમના સ્વાસ્થ્ય

વિશે પૂછપરછ કરી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી.” તેમણે ખડગેના નિરંતર સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે

પ્રાર્થના કરી.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ

અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત અચાનક બગડતા બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં

આવ્યા હતા. બુધવારે, કર્ણાટકના આઇટી

મંત્રી પ્રિયાંક ખડગેએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગે

માટે પેસમેકર ઇમ્પ્લાન્ટ પ્રક્રિયા આજે સવારે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. તે એક

નાની પ્રક્રિયા હતી, અને તેમની સ્થિતિ

સ્થિર છે.

તેમણે જણાવ્યું હતું કે,” મલ્લિકાર્જુન ખડગે 3 ઓક્ટોબરે કામ પર

પાછા ફરે તેવી અપેક્ષા છે અને તેમના તમામ આયોજિત કાર્યક્રમોમાં ભાગ લે તેવી

સંભાવના છે.”

હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande