નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ
સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓએ ગુરુવારે મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી
લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી
મુર્મુ અને પ્રધાનમંત્રી મોદીએ આજે સવારે, રાજઘાટની મુલાકાત લીધી અને
શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર
શાસ્ત્રીને તેમની સમાધિ, વિજય ઘાટ પર
શ્રદ્ધાંજલિ આપી.
આ પહેલા, સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ
લખ્યું, ગાંધીજીએ
દર્શાવ્યું કે, હિંમત અને સરળતા કેવી રીતે મહાન પરિવર્તનના સાધન બની શકે છે. તેમણે
લોકોને સશક્ત બનાવવા માટે આવશ્યક સાધન તરીકે સેવા અને કરુણાની શક્તિમાં વિશ્વાસ
જગાડ્યો. તેમણે આગળ લખ્યું, ગાંધી જયંતિ એ આપણા પ્રિય બાપુના અસાધારણ જીવનને
શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે.જેમના આદર્શોએ,
માનવ ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો. તેમણે દર્શાવ્યું કે, હિંમત અને સરળતા કેવી રીતે
મહાન પરિવર્તનના સાધન બની શકે છે. તેઓ સેવા અને કરુણાની શક્તિને લોકોને સશક્ત
બનાવવા માટે આવશ્યક સાધનો તરીકે માનતા હતા.
પોસ્ટમાં જણાવાયું છે કે,”
વિકસિત ભારત બનાવવાના અમારા પ્રયાસમાં અમે તેમના માર્ગને અનુસરતા રહીશું.”
લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા, વડાપ્રધાન મોદીએ
લખ્યું કે,” લાલ બહાદુર શાસ્ત્રીજી એક અસાધારણ રાજનેતા હતા જેમની પ્રામાણિકતા, નમ્રતા અને
નિશ્ચયએ પડકારજનક સમયમાં પણ ભારતને સશક્ત બનાવ્યું. તેઓ અનુકરણીય નેતૃત્વ, શક્તિ અને
નિર્ણાયક પગલાંનું પ્રતીક હતા. જય જવાન, જય કિસાન ના તેમના આહ્વાનથી, આપણા લોકોમાં દેશભક્તિની
ભાવના જાગૃત થઈ. તેઓ આપણને મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રેરણા આપતા રહ્યા
છે.”
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ