નવી દિલ્હી, ૦2 ઓક્ટોબર (હિ.સ.)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર યમુનાપર (પૂર્વ દિલ્હી) માં, રાવણ દહન
સમારોહમાં હાજરી આપશે. તેઓ શ્રી રામલીલા સમિતિ ઇન્દ્રપ્રસ્થ દ્વારા, આઈપી
એક્સટેન્શનમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં 72 ફૂટ ઉંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવશે.
આ રામલીલામાં ચાર પુતળાઓનું દહન કરવામાં આવશે. પરંપરાગત
રાવણ, કુંભકર્ણ અને
મેઘનાદ ઉપરાંત, ચોથું પુતળું પણ
દહન કરવામાં આવશે. આ પુતળા પહેલગામ આતંકવાદીઓનું હશે, જેને આતંકવાદ
સામે ભારતની મજબૂત ઇચ્છાશક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આયોજકોના મતે, આ પુતળા યુવાનોને
સંદેશ આપશે કે, સંઘર્ષ દ્વારા જ રાક્ષસી વૃત્તિઓને દૂર કરી શકાય છે.
અનેક ફિલ્મ હસ્તીઓ, તેમજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય
રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રા, આ કાર્યક્રમમાં હાજર રહે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી
મોદીના આગમનને ધ્યાનમાં રાખીને, આ વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ