જામનગરમાં બળજબરીથી ટ્રકનો કબજો મેળવી લેવાના પ્રકરણમાં બે ફરારી આરોપીઓ પકડાયા
જામનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે એલસીબીની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે 2024ની સાલમાં જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રક પચાવી પાડ
આરોપીની ધરપકડ


જામનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે એલસીબીની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે 2024ની સાલમાં જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રક પચાવી પાડવા અને પૂર્વ યોજિત કાવતરું ઘડવાની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. જે ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદલા ગામના મેરામણ દેસુરભાઈ જોગલ, તેમજ કરસન જેઠાભાઈ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઉપરોક્ત નાસ્તા ફરતા આરોપીઓ જામનગર પંથકમાં આવ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ગુરુદ્વારા ચોકડી પાસેથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા, અને તેઓનો કબજો સિટી બી.ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે. સીટીબી ડિવિઝન પોલીસે બંને આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર લીધા છે

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande