નવી દિલ્હી, નવી દિલ્હી, ૦2 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રી મનોહર લાલે આજે મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ નિમિત્તે રશિયન દૂતાવાસ દ્વારા આયોજિત, એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. પ્રદર્શનની થીમ ગાંધી-ટોલ્સટોય હતી.
આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એક્સ પર જણાવ્યું હતું કે, આ પ્રદર્શનનો હેતુ ગાંધી અને ટોલ્સટોયના વિચારો અને યોગદાનને પ્રદર્શિત કરવાનો છે.
રાજ્ય મંત્રી તોખાન સાહુ, રશિયન રાજદૂત મહામહિમ ડેનિસ અલીપોવ અને આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ