રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ, વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) વિજયાદશમી નિમિત્તે દેશભરમાં, ઉત્સાહ અને ઉજવણીનું વાતાવરણ છવાયું છે, જે બુરાઈ પર સારાઈના વિજયનું પ્રતીક છે. આજે નવરાત્રી અને દુર્ગા પૂજા ઉત્સવનો દસમો અને અંતિમ દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને
શુભેચ્છાઓ


નવી દિલ્હી, 02 ઓક્ટોબર (હિ.સ.) વિજયાદશમી નિમિત્તે દેશભરમાં, ઉત્સાહ અને

ઉજવણીનું વાતાવરણ છવાયું છે, જે બુરાઈ પર સારાઈના વિજયનું પ્રતીક છે. આજે નવરાત્રી અને

દુર્ગા પૂજા ઉત્સવનો દસમો અને અંતિમ દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આ શુભ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક્સ-પોસ્ટમાં લખ્યું

છે કે,” આ તહેવાર અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે અને આપણને સત્ય અને ન્યાયના

માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. તેમણે રાવણ દહન અને દુર્ગા પૂજા જેવા તહેવારોને

રાષ્ટ્રીય મૂલ્યોના પ્રતીક તરીકે વર્ણવ્યા છે.જે આપણને ક્રોધ

અને અહંકાર જેવા નકારાત્મક ગુણોનો ત્યાગ કરીને હિંમત અને નિશ્ચયને અપનાવવાનું

શીખવે છે.”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ-પોસ્ટ પર લખ્યું

છે કે, વિજયાદશમી બુરાઈ

અને અસત્ય પર સારા અને સત્યના વિજયનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે આ શુભ અવસર

દરેકને હિંમત, શાણપણ અને

ભક્તિના માર્ગ પર આગળ વધવા માટે પ્રેરણા આપે. દેશભરના મારા પરિવારના સભ્યોને

વિજયાદશમીની શુભકામનાઓ.

ભાજપે દેશવાસીઓને વિજયાદશમીની શુભેચ્છા પાઠવી છે. બીજેપી

પ્રમુખ જેપી નડ્ડાએ એક્સપર લખ્યું- “ધર્મો જયતિ નાધર્મ: સત્યમ જયતિ નાન્રુતમ”

અસત્ય પર સત્યની જીત અને અધર્મ પર સચ્ચાઈની જીતના મહાન

તહેવાર વિજયાદશમી પર હું તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આ પવિત્ર

તહેવાર પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આદર્શોને આત્મસાત કરીને જીવનને

સાર્થક બનાવીએ.”

હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande