મોડાસા, 3 ઓક્ટોબર (હિ.સ.) રાજ્ય સરકારે ગુજરાત રાજ્યમાં નવા 17 તાલુકાઓની રચના જાહેરાત કરી જેમાં અરવલ્લી જિલ્લાની બે તાલુકા ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી શામળાજી તાલુકો બીજી ઓક્ટોબરે પ્રાયોજના કચેરી શામળાજી ખાતે કાર્યાન્વીત કરવામાં આવ્યો છે. ત્રીજી ઓક્ટોબર એટલે કે શુક્રવારના દિવસે સાઠંબા તાલુકા મથક ખાતે રાજ્ય સરકારના મંત્રી કુબેર ડીંડોરના હસ્તે કાર્યાન્વિત કરવામાં આવશે. સાઠંબા સહકારી જીન ખાતે મામલતદાર કચેરી ફાળવવામાં આવી છે જ્યારે તાલુકા પંચાયત કચેરી સાઠંબા બસ સ્ટેશન વિસ્તારમાં કરુણાસાગર કોમ્પ્લેક્સ ખાતે ફાળવવામાં આવી છે.છેલ્લા કેટલાક દિવસોથી પ્રાંત અધિકારી બાયડ હાર્દિક બેલડીયા, મામલતદાર સંજય પટેલ, તાલુકા વિકાસ અધિકારી હનીબેન સિસોદિયા અને તાલુકા કક્ષાના તમામ સ્ટાફે તાત્કાલિક ધોરણે કચેરીઓ શરૂ કરવામાં આવે તેવા રાજ્ય સરકારના અભિગમને સાર્થક ઠેરવવા મહેનત આરંભી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ