હારીજ કોલેજમાં, થેલેસેમિયા જાગૃતિ કેમ્પ: 90 વિદ્યાર્થીઓએ કરાવ્યા ટેસ્ટ
પાટણ, 5 ઓક્ટોબર (હિ.સ.)હારીજ, 4 ઓક્ટોબર, 2025 — સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, હારીજના NSS એકમ દ્વારા થેલેસેમિયા જાગૃતિ અને ચકાસણી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. રેડક્રોસ સોસાયટી, અમદાવાદના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં 90 વિદ્યાર્થીઓએ લોહીના નમૂના
હારીજ કોલેજમાં થેલેસેમિયા જાગૃતિ કેમ્પ: 90 વિદ્યાર્થીઓએ કરાવ્યા ટેસ્ટ


પાટણ, 5 ઓક્ટોબર (હિ.સ.)હારીજ, 4 ઓક્ટોબર, 2025 — સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, હારીજના NSS એકમ દ્વારા થેલેસેમિયા જાગૃતિ અને ચકાસણી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. રેડક્રોસ સોસાયટી, અમદાવાદના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં 90 વિદ્યાર્થીઓએ લોહીના નમૂનાઓ આપી ચકાસણી કરાવી હતી.

આ કેમ્પમાં આરોગ્ય અધિકારી સંજય પરમાર અને રોનકભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે થેલેસેમિયા વિશે વિસ્તૃત માહિતી આપી અને યુવાનોને સમયસર ચકાસણી કરાવાની સલાહ આપી. તેઓએ જણાવ્યું કે “થેલેસેમિયા જેવી ગંભીર બીમારી સામે લડવા માટે પૂર્વજાગૃતિ સૌથી અસરકારક ઉપાય છે.”

કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ટેકપાલસિંહ આનંદના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. NSS પ્રોગ્રામ અધિકારી ડૉ. જીગ્નેશ પરમાર તથા રેડક્રોસના સ્વયંસેવકો અને NSS સદસ્યોના સહયોગથી કેમ્પ સફળ બન્યો. આવા આરોગ્યલક્ષી કાર્યક્રમો યુવાનોમાં જાગૃતિ વધારવાના હેતુથી અનિવાર્ય બને છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande