ગીર સોમનાથ 5 ઓક્ટોબર (હિ.સ.)
ગીર સોમનાથ ઉના શહેરથી પાંચ કિલોમીટર દૂર આવેલા ઘાટલા વાડી વિસ્તારમાં પાંચથી સાત ફૂટ લાંબો એક અજગર જોવા મળ્યો હતો. જસાધર વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું.આ અજગર જગુભાઈ સરમણભાઈ સોલંકીની વાડીમાં જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા તાત્કાલિક જસાધર વન વિભાગના ફોરેસ્ટર હિતેશ બારોટને જાણ કરવામાં આવી હતી, જેના પગલે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેસ્ટર હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અજગરનું સલામત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને તેને સુરક્ષિત રીતે જંગલમાં મુક્ત કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ