પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના છાયા વિસ્તારમાં મોરબી ખાતે રહેતા યુવાને એસીડી પી આપઘાત કરી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી મોરબીના તુલસી પાર્ક વિસ્તારમાં રહેતા કમલેશ ભાણજી માવદીયા નામના યુવાને પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલા રામધામ સોસાયટી વિસ્તારમાં એસડી પી લીધુ હતુ અને તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતો જયાં સારવાર કારગત નહિં નિવડતા યુવાનનું મોત થયુ હતુ યુવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya