પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર નજીકના ભારવાડા ગામની ગોલાઇ નજીક બાફામ બનીને દોડતા કારના ચાલકે બાઈકને ઠોકર મરતા આદિવાસી યુવાન ઇજાગ્રસ્ત બન્યો હતો ભારવાડા ગામ નજીક બેફામ બનીને દોડતી કાર નં-જીજે-25-એ-6299 ના ચાલ કે બાઇકને ઠોકર મારતા ગણેશ સોમાલભાઈ ભીલ નામના યુવાનને ઈજા પહોચી હતી તેમને સારવાર માટ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા અકસ્માતની ઘટના અંગે ઇજાગ્રસ્ત યુવાનની પત્નિએ બગવદર પોલીસ સ્ટેશનમા કારના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya